રીક્ષામાં ભુલાયેલો રૂ.૨૦ હજારની રોકડ ભરેલા થેલાને શોધી કાઢતી જૂનાગઢ પોલીસે

રીક્ષા ચાલકને પોલીસ શોધી કાઢ્યા બાદ થેલાને મૂળ માલિકને સોંપી દીધો

જૂનાગઢ : જૂનાગઢમાં એક વ્યક્તિનો રૂ.૨૦ હજારની રોકડ ભરેલો થેલો રીક્ષામાં ભુલાઈ ગયો હતો. આથી આ થેલાને શોધી કાઢવા એ વ્યક્તિએ પોલીસની મદદ માંગી હતી. આથી પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા રૂ.૨૦,૬૦૦ ની કીંમતનો ખોવાઇ ગયેલ થેલો જૂનાગઢ પોલીસ દ્રારા શોધી કાઢેલ હતો અને મૂળ માલિકને સોંપી દીધો હતો.

24 એપ્રિલના રોજ હાશિમભાઇ સીડા તેમના મિત્ર બિલાલ હાલાને જૂનાગઢથી વેરાવળ મુકવા જતા હતા. ત્યારે મજેવડી દરવાજા પાસે તેમનાં મીત્ર બિલાલ હાલા બસમાંથી ઉતરી પોતાનો સામાન હાશિમભાઇ સીડાની ફોરવ્હીલમાં મુકી વેરાવળ જતા રહેલ. વેરાવળ પહોંચી તેમને ખબર પડી કે એક સામાનનો થેલો જેમા કટલેરીનો કિંમતી સામાન હતો. એ ભુલાઇ ગયેલ છે. જેની અંદાજીત કિ.રૂ.૨૦,૬૦૦ હતી. તે થેલો મજેવડી દરવાજા પાસે ઉભેલ રિક્ષા વાળાએ લઇ પોતાની રીક્ષામાં રાખી લઇ ગયેલ હતો. જે ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય. આ બાબતની જાણ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.એસ.પટેલને કરતા, તેઓ દ્રારા જીલ્લાના કમાન્ડ & કંટ્રોલ સેન્ટરના (નેત્રમ શાખા) પીએસઆઇ પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર ) પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર ) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, વુ.પો.કોન્સ. શિલ્પાબેન કટારીયા, કુસુમબેન મેવાડા, એન્જીનીયર નિતલબેન મહેતા તથા જૂનાગઢ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા TRB શક્તિસિંહ રાયજાદા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા, સીસીટીવી કેમેરામાં ૧ રીક્ષા ચાલક દ્વારા તે થેલો પોતાની પાસે રાખેલ હોવાનું ધ્યાને આવેલ, આ બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા, બિલાલ હાલાનો સામાન જે રિક્ષા ચાલક પાસે હતો, તે રીક્ષાનો નંબર GJ 06 XX 2135 શોધી કાઢવામાં આવેલ હતો.

રીક્ષાના નંબર આધારે રીક્ષા માલિક રફીક અલ્લારખા હિગોરા ખામધ્રોળ રોડ હોવાનુ નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. જે થેલો પરત કરવા માટે રીક્ષા ચાલક દ્વારા આજુ બાજૂમાં પુછપરછ કરતા કોનો થેલો છે તે જાણવા મળેલ ન હતું. રીક્ષા માલિકને પોલીસ દ્વારા શોધી, જૂનાગઢ પોલીસ દ્વારા હાશિમભાઇ સીડા ના મિત્ર બિલાલ હાલાનો કીમતી સામાનનો થેલો સહી સલામત પરત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી સામાન પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હાશિમભાઇ સીડા અને તેમના મિત્ર બિલાલ હાલાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.