તુ શુ હોશિયારી કરતો હતો કહી યુવાનને પાવડાના ધોકાથી ધોકાવ્યો

જૂનાગઢના જોષીપરા વડલીચોક વિસ્તારમાં બનેલા બનાવમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના જોષીપરા વડલીચોક વિસ્તારમાં તુ શુ હોશિયારી કરતો હતો કહી યુવાનને પાવડાના ધોકાથી ધોકાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને એક શખ્સ સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પારસભાઇ રાજુભાઇ દોશી (રહે.જોષીપરા વડલીચોક જુનાગઢ)એ આરોપી વિજયભાઇ દરબાર (રહે.જોષીપરા વાઇ ફળીયામા જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે આરોપીએ ફરિયાદીને કહેલ કે તુ શુ હોશિયારી કરતો હતો તેમ કહી આરોપીએ એકદમ ઉશ્કેરાય જઇ ફરિયાદીને આડેધડ ઢીકાપાટુનો માર મારી પાવડાનો ધોકો હાથમાં લઇ અને માથાના ભાગે આડેધડ મારવા લાગેલ અને માથામાં ઉપરના ભાગે એક ધા મારી દીધેલ હોવાથી ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.