માળીયા હાટીનામાં વરલી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

જૂનાગઢ : માળીયા હાટીના પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માળીયા હાટીનાના ભંડુરી ગામે
જાહેરમાં વરલી મટકાના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતો આરોપી અશ્વીનભાઇ લલીતકુમાર તન્ના (ઉવ.૩૬ રહે.ભંડુરી અંબે માતાજીના મંદીરની સામે તા.માળીયા હાટીના)ને વરલી મટકાના આંકડા લખેલ બુક તથા સાહિત્ય તેમજ મોબાઈલ ફોન-૧ કિ.રૂ. ૫૦૦૦ તથા રોકડ રૂ.૧૦૨૯૦ મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૫૨૯૦ સાથે ઝડપી લીધો હતો.