જૂનાગઢમાં મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં વધુ સપ્લાયરની રાજસ્થાનથી ધરપકડ

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાંથી અગાઉ નશીલો પદાર્થ મેફેડ્રોન ૨૩૩.૭૮ ગ્રામ કિ.રૂ. ૨૩,૩૭,૮૦૦ નો જથ્થો ઝડપાયો હતા. આમાં હમણાં જ એક સપ્લાયરની ધરપકડ બાદ જૂનાગઢ એસઓજીએ બાતમીના આધારે આજે આ ગુનામાં સામેલ વધુ બે સપ્લાયરને રાજસ્થાન રાજયના પ્રતાપગઢ જીલ્લાના અખેપુર ગામેથી દબોચી લીધા હતા.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો માદક પદાર્થો(એન.ડી.પી.એસ.)ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગે.કા.નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા તથા નાર્કોટીક્સના દાખલ થયેલ ગુનાઓની ઉંડાણ પૂર્વક તપાસ કરી ગુનામાં સામેલ તમામ આરોપીઓને પકડવા માટે ખાસ સુચના આપેલ જે અનુસંધાને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ હતી.

દરમિયાન ગત તા.૧૩ એપ્રિલના રોજ જૂનાગઢ સીટી એ ડીવીઝન વિસ્તારમાં નોંધાયેલા ડ્રગ્સ કેસની આગળની તપાસ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના મુજબ એસ.ઓ.જી.જૂનાગઢના પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલને સોપતા તેઓએ આ ગુનાની ઉંડાણ પૂર્વક તપાસ કરેલ અને આ ગુનાના પકડાયેલા આરોપીઓની આગવી ઢબે પુછપરછ કરતા તથા ટેકનીકલ સોર્સના માધ્યમથી તપાસ કરતા આ ગુનામાં વધુ બે આરોપીઓની સંડોવણી હોવાનું જણાય આવેલ હોય જેથી તુંરત જ પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલએ એક ટીમની રચના કરી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. જે.એમ.વાળાને એસ.ઓ.જી.સ્ટાફ સાથે રવાના કરેલ જેઓએ ટેકનીકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી રાજસ્થાનના પ્રતાપગઢ જીલ્લાના અખેપુર ગામે જઇ સ્થાનીક પો.સ્ટે.ની મદદ લઇ ગુનામાં સામેલ વધુ બે ઇસમો પ્રહલાદ કેશુરામ લબાના (ઉ.વ.-૨૭, ધંધો- મિસ્ત્રીકામ, રહે. અખેપુર, નઇ આબાદી, તા.જી. પ્રતાપગઢ, રાજ્ય- રાજસ્થાન), લલીત ભવરલાલ લબાના (ઉવ.ર૪ ધંધ.વેપાર રહે. રહે. અખેપુર)ને ગુનામાં વપરાયેલ ફોરવ્હિલ કાર તથા મોબાઇલ ફોન-૧ સાથે રાઉન્ડ અપ કરી બન્ને આરોપીને કાર સાથે અત્રે જૂનાગઢ લાવવામાં આવેલ અને તેઓને સદરહુ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. તેમજ આગળની તપાસ ચાલુ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ.એ.એમ. ગોહિલ તથા પો.સબ ઇન્સ. જે.એમ.વાળા તથા વા.પો.સ.ઇ. એમ.જે.કોડીયાતર, એ.એસ.આઇ સામતભાઇ બારીયા, પુંજાભાઇ ભારાઇ, મહેન્દ્રભાઇ કુવાડીયા, તથા હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ વાંક, મહેન્દ્રભાઇ ડેર, રવિકુમાર ખેર,પરેશભાઇ ચાવડા, પો.કોન્સ, ધર્મેશભાઇ વાઢેળ, ડ્રાઇવર પો.કોન્સ. વિશાલભાઇ ડાંગર તથા ટેકનીકલ સ્ટાફ જોડાયેલ હતો.