માંગરોળના ખોડાદા ગામેં લાઇમસ્ટોન ખનીજનું ખોદકામ કરી સરકારને રૂ.૯.૧૧ લાખનો ચુનો લગાવ્યો

ખનીજખાતાએ રેઇડ પાડી બે પથ્થર કટીંગ મશીન, ડિઝલ મશીન સહિતના મુદામાલને ઝડપી લીધો, બેથી વધુ જમીન માફિયા સામે ફરિયાદ

જૂનાગઢ : માંગરોળના ખોડાદા ગામેં સરકારી મિલ્કતમાં ગેરકાયદે લાઇમસ્ટોન ખનીજનું ખોદકામ થતું હોવાની બાતમીના આધારે ખનીજખાતાએ રેઇડ પાડી બે પથ્થર કટીંગ મશીન, ડિઝલ મશીન સહિતના મુદામાલને ઝડપી લીધો હતો અને માંગરોળના ખોડાદા ગામેં લાઇમસ્ટોન ખનીજનું ખોદકામ કરી સરકારને રૂ.૯.૧૧ લાખનો ચુનો લગાવ્યો હોવાનું ખુલતા હાલ બેથી વધુ જમીન માફિયા સામે ફરિયાદ નોંધાઈ છે.

માંગરોળના ખોડાદા ગામેં સરકારી મિલ્કતમાં ગેરકાયદે કિંમતી અને મૂલ્યવાન પથ્થરોનું મશીનો દ્વારા ખોદકામ કરી ખનિજચોરી થતી હોવાની ફરિયાદના આધારે જૂનાગઢના ખાણ ખનીજની ટીમ ત્યાં ત્રાટકી હતી અને આ સ્થળેથી બે પથ્થર કટીંગ મશીન ડિઝલ મશીન સહિતના મુદામાલને ઝડપી લીધો હતો.આથી આ બનાવ અંગે ફરિયાદી વાય.જે.ગઢિયા (માઇન્સ સુપર વાઇઝર
ભુસ્તર વિજ્ઞાન અને ખનીજખાતુ જુનાગઢ), રાજુભાઇ કાળાભાઇ પંડીત (રહે. ચોરવાડ તા. માળીયા હાટીના જી.જુનાગઢ) કરણભાઇ ચાવડા (રહે. ચોરવાડ તા.માળીયા હાટીના જી.જુનાગઢ) તથા તે સ્થળે પકડાયેલ બે પથ્થર કટીંગ મશીન ડિઝલ મશીનના માલીક
તેમજ તપાસમાં ખુલે તે ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ મોજે ખોડાદા ગામની જમીન જી.પી.એસ. કોર્ડિનેટ N 21.0523715 E-70.1758438 વાળા વિસ્તારમાંમાં ગેરકાયદે પથ્થર કટીંગ મશીન (ચકરડી) દ્રારા કુલ રૂ.૯,૧૧,૩૩૬ (નવ લાખ અગીયર હજાર ત્રણસો છત્રીસ)ની કિમંતનું સરકારી મીલ્કતમાં બિ.લાઇમસ્ટોન ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરી ચોરી કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.