ખોવાયેલો મોબાઈલ શોધીને ડોક્ટરને પરત આપતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ : જૂનાગઢમાં એક ડોકટરનો મોબાઈલ રસ્તામાં પડી ગયો હતો. આ બાબતની ડોક્ટરે જૂનાગઢ પોલીસને જાણ કરતા પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા રૂ.૧૦,૦૦૦ ની કીંમતનો ખોવાઇ ગયેલ મોબાઈલ ફોન શોધી કાઢી ડોક્ટરને પરત કર્યો છે.

ડો. બી.પી.સાવલીયા જૂનાગઢ ખાતે રહેતા હોય ગત તા.૨૧ના રોજ પોતાના ક્લિનિકથી ધરે જતા સમયે તેમનો મોબાઇલ ફોન રસ્તામાં પડી ગયેલ હતો. જેની કી.રૂ.૧૦,૦૦૦ હોય, જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય અને ડો. બી.પી.સાવલીયા વ્યથિત થઈ ગયેલ હતા. બી.પી.સાવલીયા દ્રારા આ બાબતની જાણ બી.ડીવી.પો.સ્ટે.ના પી.આઇ. આર.એસ.પટેલને કરતા પી.આઇ. આર.એસ.પટેલ દ્વારા જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.એસ.પટેલ તથા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. જાનવીબેન પટોલીયા, વિક્રમભાઇ જીલડીયા, ચેતનભાઇ સોલકી તથા બી.ડીવી.પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ.કે.ડી.રાઠોડ,પો.કોન્સ. પ્રશાંત ચુડાસમા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, ડો. બી.પી.સાવલીયાનો જે સ્થળેથી મોબાઇલ ફોન ખોવાયેલ હતો તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા CCTV CAMERAમાં એક વાહન ચાલક દ્વારા મોબાઈલ ફોન લેતા હોવાનું ધ્યાને આવેલ જે આધારે તે ગાડી નંબર GJ 11 CJ 2206 શોધી કાઢેલ હતી.

તે ગાડી નંબર આધારે વાહન ચાલક આકોલીયા પંકજભાઇ માથુરભાઇ હોવાનુ શોધી કાઢવામાં આવેલ હતુ. તે વાહન ચાલકની પૂછ પરછ કરતા તેમને ઉક્ત મોબાઇલ ફોન પોતાની પાસે હોવાની કબુલાત કરી હતી. આજના યુગમાં લોકો પ્રામાણીકતાથી પોતાને કોઈનો સામાન કે વસ્તુ મળેલ હોય તો પરત કરતા હોય છે, નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફ દ્રારા બી.પી.સાવલીયાનો OPPO કંપનીનો A5S મોબાઇલ ફોન કે જેની કી. રૂ. ૧૦,૦૦૦ છે, તે મોબાઇલ ફોન ગણતરીની મિનિટોમાં સહી સલામત પરત કરેલ હતો અને વાહન ચાલકને ઠપકો પણ આપેલ હતો, જૂનાગઢ પોલીસ દ્વારા રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ડૉ. બી.પી.સાવલીયાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.