રીક્ષામાં મુસાફરી દરમિયાન મહિલાના ગળામાંથી સોનાનો ચેન સરેવી લીધો

કેશોદ નજીક સોમનાથ હોટલની પાસે બનેલી ઘટનામાં અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : કેશોદ નજીક સોમનાથ હોટલની પાસે રીક્ષામાં મુસાફરી દરમિયાન મહિલાના ગળામાંથી સોનાનો ચેન સરેવી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આ આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નીમુબેન જવેરગીરી મેઘનાથી (ઉ.વ ૪૭ રહે.હાલ જુનાગઢ એફ.એમ પોલીસ લાઇન પી.ટી.સી ગ્રાઉન્ડની પાસે ક્વાટર નંબર ૨૮ રહે.મુળ ખોખરડા ગામ તા.વંથલી)એ અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા સાહેદ જાગ્રતીબેન કેશોદ તેઓના સંબંધીના લગ્નમાં આવતા હોય અને ખોખરડા ફાટક પાસે ઉભા હોય તે દરમ્યાન જુનાગઢ તરફથી આવતી એક ઓટો રીક્ષા લીલા કલરની પીળા વુડ રંગની આવતી હોય તેમાં બેસી કેશોદ આવતા કેશોદ સોમનાથ હોટલ પાસે પહોચતા તેની બાજુમાં બેસેલ એક અજાણ્યા ઇસમએ ફરીયાદીની નજર ચુકવી ગળામાં પહેરેલ સોનાનો ચેન આશરે અઢી તોલાનો કી.રૂ ૧,૦૦,૦૦૦ નો ચોરી કરીને ભાગી ગયો હતો.