જૂનાગઢ વેટરનરી કોલેજ ખાતે ‘વર્લ્ડ વેટરનરી ડે’ની ઉજવણી કરાશે

પશુચિકિત્સા શિબિર યોજાશે

જૂનાગઢ : જૂનાગઢ કામધેનું યુનિવર્સિટી સંલગ્ન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના વેટરનરી કિલનિક્લ કોમ્પેલેક્ષમાં વર્લ્ડ વેટરનરી ડે ની તા.૩૦-૪-૨૦૨૨ને સવારે ૮-૩૦ કલાકે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પશુ ચિકીત્સા શિબીર પણ યોજાશે.

વેટરનરી કોલજના પ્રિન્સીપાલ અને ડીન ડો.પી.એચ.ટાંકના અધ્યક્ષસ્થાને યોજાનાર વર્લ્ડ વેટરનરી ડે ની ઉજવણી કાર્યક્રમના મુખ્ય અતિથિ ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટી મુકેશભાઇ સંઘવી, નાયબ પશુપાલન નિયામક ડો.દિલીપ પાનેરા, નાયબ માહિતી નિયામક અર્જૂન પરમાર તથા શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહેશે.