દીકરીને ઘરે તેડી લાવતા સાસુને જમાઈએ છરી ઝીંકી

જુનાગઢના ભારત મિલ પાસેના વિસ્તારમાં બનેલા બનાવમાં સાસુએ જમાઈ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જુનાગઢના ભારત મિલ પાસેના વિસ્તારમાં જમાઈ દીકરીને માર મારતો હોવાથી સાસુ પોતાની દીકરીને ઘરે તેડી જતા જમાઈએ ત્યાં જઈને પોતાની પત્નીની ધોલાઈ કરવાની સાથે વચ્ચે પડેલા સાસુને છરી ઝીંકી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સાસુએ જમાઈ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રોશનબેન બાબુભાઇ મડમ (રહે.ભારત મિલ ચુનારાવાસ ઇમરાનભાઇની દુકાન વાળી ગલીમા જુનાગઢ)એ આરોપીઓ જુસબ ઉર્ફે કારો, સપના, જાગુ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની દિકરીને આરોપી તેના જમાઇએ માર મારતા ઘરે તેડી લાવતા જેનુ મનદુ:ખ રાખીને આરોપીએ ફરિના ઘરે આવી આરોપીની ફરિયાદીની દિકરી ફરજાના ને શરીરે ઢીકાપાટુનો આડેધડ માર મારવા લાગતા ફરિયાદી છોડાવવા જતા તેને આરોપીએ છરી વડે જમણા હાથમા ઘા મારી ઇજા કરી હતી.