જૂનાગઢના વાંચન પ્રેમીઓ માટે સ્માર્ટ લાઇબ્રેરી ખુલ્લી મુકાઇ

વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું

ગ્રંથયાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓ જોડાઇ

જૂનાગઢ : રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર ગ્રંથાલય ખાતાના નિયામક ડો.પંકજ ગોસ્વામી અને મદદનીશ ગ્રંથાલય નિયામક ભાવનગરના આર.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે તા.૨૩ એપ્રિલ એટલે કે, વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સ્માર્ટ લાઇબ્રેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પંકજ ઔંધીયા, એડિશનલ કલેકટર અને ડિરેક્ટર રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા અને પંચાયતી રાજ ભવન, જૂનાગઢના હસ્તે રીબીન કાપીને સ્માર્ટ લાઇબ્રેરી પ્રજાજનો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે નિવૃત્ત ગ્રંથપાલ મુકુન્દરાય રાવળ, મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી ભાવનગરના સહકર્મચારી કિશોરભાઈ રાવલ તથા જૂનાગઢના સંજયભાઈ પંડ્યા તેમજ જિલ્લા પુસ્તકાલય સ્ટાફ સહિતના જોડાયા હતા.

એચ.પી સુત્રેજા દિપ પ્રાગટ્ય કરી પુસ્તક પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે કે.પી.સી.ગોડા ગર્લ્સ હાઈસ્કૂલ, જૂનાગઢના આચાર્ય બી.ડી.ગરચર તથા સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીનીઓ દ્વારા “ગ્રંથયાત્રા” આયોજન કરવામાં આવ્યું હતું . આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથપાલ મહેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.