જૂનાગઢ જિલ્લા જેલમાંથી જામીન પર ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ

જૂનાગઢ : જૂનાગઢ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા જૂનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળા જામીન મેળવી ફરાર થયેલ પાકા કામના આરોપીને કેશોદ તાબેના ચર ગામેથી પકડી પાડવામાં આવ્યો છે.

પોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન પર મુક્ત ફરાર આરોપી, નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપેલ હોય અને વધુમા વધુ આરોપીઓ પકડવા જણાવેલ હોય. જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્ક્વોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હોય.

જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. એચ.આઇ.ભાટીના માર્ગદર્શન અને સુચના અનુસાર પેરોલ ફર્લૉ સ્ક્વોડના પો.સબ.ઈન્સ. વી.કે.ઉંજીયા સા. તથા એ.એસ.આઇ.પ્રદીપભાઈ ગોહેલ તથા પો. હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ વઘેરા, પો.કોન્સ દીનેશભાઇ છૈયા તથા પો.કોન્સ. સંજયભાઇ ખોડભાયા તથા શીલ પો.સ્ટે.ના પો. હેડ કોન્સ. જેતાભાઇને સાથે રાખી જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે જૂનાગઢ ફેમિલી કોર્ટના ગુન્હાનો પાકા કામનો આરોપી દીપક નગાભાઇ ભરડા (ઉ.વ.૩૭, રહે ખીરસરા ઘેડ, તા.કેશોદ) જૂનાગઢ જિલ્લા જેલમાં પાકા કામના આરોપી તરીકે સજા ભોગવતો હોય. જે આરોપી ગઇ તા. ૧૮/૧/’૨૨ ના રોજ વચગાળા જામીન મંજૂર કરાવી, જૂનાગઢ જિલ્લા જેલમાંથી છૂટેલ હતો. અને મુદત પુરી થતા જેલમાં હાજર થવાના બદલે પોતાની મેળે ફરાર થઇ ગયો હતો.

જે અંગે જૂનાગઢ જીલ્લા જેલ પોલીસ દ્વારા પેરોલ ફર્લો સ્ક્વોડને માહિતી આપેલ હોય. ત્યારે ખાનગી રાહે હકિક્ત મળેલ કે આ આરોપી કેશોદના ચર ગામે પાદરમાં પાનના ગલ્લે બેઠો છે. તેવી હકીકત મળતા ચર ગામે જઇ વોચ તપાસમાં રહેતા, આ આરોપી ત્યાંથી મળી આવતા તેને ગુન્હા બાબતે પૂછપરછ કરતા પોતે ગુન્હો કરેલાનું તથા જેલ ફરારી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેને હસ્તગત કરી જૂનાગઢ લાવી જીલ્લા જેલમાં સોંપી આપવામાં આવેલ છે.