જૂનાગઢમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ પકડાયા

જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢની ગીરીવિહાર સોસાયટી ગાંધીગ્રામ જાહેરમા ગોળકુંડાળુ વળી ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી નામનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ જુબેરભાઇ રફીકભાઇ ફોજજાદા, ઇલ્યાસભાઇ હબીબભાઇ શેખ, હાર્દિકભાઇ વિજયભાઇ ભટ્ટી, અલ્તાફખાન બોદુખાન પઠાણ, ઇરફાન ઉર્ફે માકા દુધ અનિશભાઇ ભટ્ટીને રોકડા રૂપીયા ૧૨૧૧૦ તથા બાઈક નંબર-GBV.2943ની કિં.રૂ-૧૫૦૦૦, બીજા બાઈક નંબર GJ11CG1991 કિં.રૂ-૩૫૦૦૦ તથા ત્રીજા બાઈક નંબર GJ11BK8155 કિં.રૂ-૪૦૦૦૦ મળી કુલ કિં.રૂ.૧૦૨.૧૧૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.