દુકાને ભાગ લેવા ગયેલી બાળકીની એક શખ્સે જાતીય સતામણી કરી

જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં બનેલા બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં દુકાને ભાગ લેવા ગયેલી બાળકીની એક શખ્સે જાતીય સતામણી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે બનાવમાં અગાઉ પણ આ શખ્સે એક નાની દીકરીને રમાંડતો હોય ખોટી શંકા કરીને તેના પરિવારજનોએ માર મર્યાની ફરિયાદ નોંધાઈ હતી.ત્યારે હવે તેની સામે છેડતીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાને આરોપી અશ્વીનભાઇ બાબુભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૯ એપ્રિલના રોજ રાત્રીના આઠેક વાગ્યે ફરીયાદીના ભાઇ ફરીયાદીની ૭ વર્ષની દીકરીને ભાગ લેવા માટે ગામમાં આવેલી દુકાને લઇ ગયા હતા.અને ફરીયાદીની દિકરી ત્યા રમતી હતી ત્યારે ત્યા આરોપી આવી ફરીયાદીની દીકરીને તેડી લઇ અડપલાઓ કરી જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવના આરોપીએ અગાઉ ખોટી રીતે શંકા કરીને તેને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.ત્યારે હવે તેની સામે છેડતીની ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.