માંગરોળના ઢેલાણા ગામે તસ્કરો મકાનમાંથી રૂ.૪૨,૦૦૦ ની માલમતા ઉસેડી ગયા

ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢ : માંગરોળના ઢેલાણા ગામે તસ્કરો મકાનમાંથી રૂ.૪૨,૦૦૦ ની માલમતા ઉસેડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાવેશભાઇ કાનદાસભાઇ ગોંડલીયા (ઉ.વ. ૩૭ રહે.મુળ-ઢેલાણા,તા-માંગરોળ, હાલ રહે-બોડેલી, પટેલ કમ્પાઉન્ડ પાઇપ ફેક્ટરીના ક્વાર્ટર, તા-બોડેલી, જી.છોટા ઉદેપુર)એ અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૨૪ના ફરીયાદીના માંગરોળ ઢેલાણા ગામે આવેલ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ ફરીયાદીના ઘરે રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે ગુપ્ત ગ્રુહ અપપ્રવેશ કરી ઘરના દરવાજામાં તાળુ મારવાનો નકુચો તોડી તથા કબાટની અંદરનુ લોકર તોડી રોકડા રૂપીયા ૧૭,૦૦૦ તથા સોનાનો હાર જેની કિ.રૂ. આશરે ૨૫,૦૦૦ એમ કુલ રૂ.૪૨,૦૦૦ ની ઘરફોડ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.