ભવનાથમાં તીનપત્તિનો જુગાર રમતા છ ઝડપાયા

જૂનાગઢ : ભવનાથ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ભવનાથ ફોરેસ્ટ કવાર્ટસની પાછળ ઓટા પાસે જાહેરમા ગંજીપતાના પાના વડે તીનપતીનો જુગાર રમતા આરોપીઓ ભાવેશભાઇ રત્નાભાઇ ચાવડા, રાજુભાઇ મેસુરભાઇ ડેર, ઇમ્તીયાઝ જમાલભાઇ મોરી, ગિરીશ ભીષ્મદાસ અગ્રાવત, જગદીશ વેલજીભાઇ છાપરા, નિરવ ભીખાભાઇ ચાવડાને રોકડ રુ.૨૨,૪૫૦ સાથે ઝડપી લીધા હતા.