મેંદરડામાં સિંહ બેલડીનો પડાવ, પશુનું મારણ કરી મીજબાની માણી

રાત્રીના સમયે રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા વનરાજાનો વીડિયો વાયરલ

જૂનાગઢ : મેંદરડા પંથકમાં ગતરાત્રે સિંહ બેલડીનો પડાવ નાખ્યો હતો અને પશુનું મારણ કરી મીજબાની માણી હોવાનું સામે આવ્યું છે. જો કેરાત્રીના સમયે રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા વનરાજાનો વીડિયો વાયરલ થયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મેંદરડામાં ગતરાત્રિના સમયે સિંહ બેલડીના ધામા નાખ્યા હતા અને રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં સિંહો આવી ચડ્યા બાદ મેંદરડાના કેનડીપુર ગામમાં આ બન્ને સિંહોએ પશુનું મારણ કરી મીજબાની માણી હતી. આથી આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મેંદરડા સહિતના ગામો ગીરના બોર્ડર ઉપર આવેલા છે. આથી ગીરના જંગલમાંથી વારંવાર સિંહો મેંદરડા સહિતના ગામોમાં વારંવાર આવી ચડે છે ત્યારે ફરી એકવાર સાવજો દેખા દેતા ફફડાટ મચી ગયો છે.