ભેસાણ તાલુકા પંચાયત ખાતે અમુલ પાર્લર સખી કેન્ટીનનું ઉદ્દઘાટન

જૂનાગઢ : ભેંસાણ તાલુકા પંચાયતના કર્મચારીઓને તેમજ તાલુકા પંચાયતની નજીકના વિસ્તારના રહેવાસીઓને લાભ મળી રહે તે માટે તાલુકા પંચાયત ભેંસાણના કમ્પાઉન્ડમાં સખીમંડળ સંચાલિત અમુલ પાર્લર અને સખી કેન્ટીન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખના હસ્તે ભેંસાણ તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં સખી મંડળ સંચાલિત અમુલ પાર્લર અને સખી કેન્ટીનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે નિયામક આર.જે.જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ રમાબેનત્રાપસીયા, તાલુકા વિકાસ અધિકારી યોગેશ ભાવસાર સહિત તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ય હતા. કાર્યક્રમને સફળ બનાવવા કિરણ વ્યાસ, રાજેશ અનીલ કેશવાલાએ જહેમત ઉઠાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ સખીમંડળની બહેનો દ્રવારા અમુલ પાર્લર સફળતા પૂર્વક કાર્યરત છે.