એકતરફી પ્રેમમાં પાગલ આશીકે પરિણીતાની છેડતી કરી નિર્લજ્જ હુમલો કર્યો

જુનાગઢમાં જાહેર રસ્તા પર પીછો કરી તેમજ ઘરે જઈને પજવણી કર્યાની આવરા શખ્સ ઉપરાંત ત્રણ મહિલા સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢમાં એકતરફી પ્રેમમાં પાગલ આવરા શખ્સના મગજમાં પ્રેમનું ભૂત એટલી હદે સવાર થયું હતું કે તેણે એક પરિણીતાનું જીવતર ઝેર કરી નાખ્યું હતું અને તેણે પરિણીતાની પજવણી કરી જાતીય સતામણી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આવારા શખ્સે પરિણીતાનો જાહેર રસ્તા પીછો કરી સીન નાખી અને ઘરે જઈને પણ જાતીય સતામણી સાથે નિર્લજ્જ હુમલો કર્યો હતો. આથી આ શખ્સ ઉપરાંત તેની સાથેની ત્રણ મહિલા સામે મદદગારીનો ગુન્હો નોંધાયો છે.

જુનાગઢમાં રહેતી એક પરિણીતાએ આરોપીઓ રોમાનભાઇ અબ્દુલભાઇ બેલીમ, રુક્ષાનાબેન અબ્દુલભાઇ બેલીમ તથા રોમાનની બે બહેનો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને એક આરોપી છેલ્લા એક અઠવાડીયાથી જાહેર રસ્તે પોતે પોતાનુ બાઈક લઇ ફરીયાદીની આગળ પાછળ ખોટા સીન નાખી એક તરફી પ્રેમ રાખી ફરીયાદીને કહેલ કે મારા બાઈક પાછળ બેસી જા હું તને મુકી જાઉ તેમ કહી જાહેર રસ્તે પજવણી કરી ખોટી હેરાન કરી અવાર નવાર છેડતી કરતો હોય જેથી ફરીયાદી તથા સાહેદ આરોપીને સમજાવવા જતા સમજેલ નહી અને ફરીયાદીની એકલતાનો લાભ લઇ ફરીયાદીના ઘરે આરોપી તથા અન્ય ત્રણ મહિલાઓ ફરીયાદીના ઘરે જઇ આરોપીએ ફરીયાદીને ઘરની બહાર ખેચી ઝપા-ઝપી કરી ફરીયાદી પરિણીતા ઉપર નિર્લજ્જ હુમલો કર્યો હતો. તેમજ બધા આરોપીઓ મળી ફરીયાદીને શરીરે મુઢ માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની મમ્મી તથા તેની બંન્ને બહેનોએ પણ મુંઢ માર માર્યો હતો.