જૂનાગઢની ગર્લ્સ હાઇસ્કુલમાં પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીને બાઈક ચાલકે ઠોકરે ચડાવી

જૂનાગઢ : જૂનાગઢની ગર્લ્સ હાઇસ્કુલમાં પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીને બાઈક ચાલકે ઠોકરે ચડાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મજીદખાન હમીદખાન તુર્ક (ઉ.વ.૩૬ રહે.રામદેવપરા દોલતપરા વિસ્તાર ઇંડીયન ગેસ ગોડાઉન પાછળ જુનાગઢ)એ અજાણ્યો બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે,ફરીયાદીની દીકરી માહેનુરબાનુ ગઈકાલે તેની સાઇકલ લઇને ગર્લ્સ હાઇસ્કુલમાં પરીક્ષા આપવા જતી હતી અને જનાના હોસ્પીટલ પાસેથી રોડ ક્રોસ કરતા પાછળથી એક અજાણ્યો બાઈક ચાલકે ફરીયાદીની દીકરીની સાઇકલને ઠોકર મારી પછાડી દઇ તેણીને હાથે-પગે ઇજા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો.