કેશોદના મેસવાણ ગામે યુવાનનું વિચિત્ર મોત

જીઇબીના થાંભલે ગળાફાંસો ખાવાથી અથવા શોર્ટ લાગવાથી મોત થયાનું પોલીસનું તારણ

જૂનાગઢ : કેશોદના મેસવાણ ગામે યુવાનનું વિચિત્ર મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં જીઇબીના થાંભલે ગળાફાંસો ખાવાથી અથવા શોર્ટ લાગવાથી મોત થયાનું પોલીસનું તારણ દર્શાવ્યું છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મેસવાણ ગામ રાજ મહેલ રોડ ચેકડેમ પાસે જીઇબીના થાંભલેથી અશ્વિનભાઇ મોહનભાઇ કામરીયા (ઉવ.૩૬ રહે.મેસવાણ તા.કેશોદ) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક યુવાન કારણોસર મેસવાણ ગામે રાજ મહેલ રોડ ઉપર ચેકડેમ જી.ઇ.બી.ના થાંભલે ગળાફાંસો ખાવાથી અથવા શોર્ટ લાગવાથી તેનું મોત થયું છે. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.