પ્રવાસન સ્થળ તરીકે જગવિખ્યાત જૂનાગઢમાં સીટી બસ શરૂ કરો

ઇન્ડિયન માનવાધિકાર એસો. દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને રજુઆત

જૂનાગઢ : જૂનાગઢ શહેર પ્રવાસન સ્થળ તરીકે જગવિખ્યાત છે. તેથી ગિરનાર પર્વત તેમજ શહેરની ઐતિહાસિક વિરસાતને નિહાળવા દેશ-વિદેશથી લોકો જૂનાગઢ આવે છે. પણ જૂનાગઢ શહેરમાં અવરજવર માટે સીટી બસની વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથીપ્રવાસન સ્થળ તરીકે જગવિખ્યાત જૂનાગઢમાં સીટી બસ શરૂ કરવાની માંગ ઉઠી છે.

ઇન્ડિયન માનવાધિકાર એસો. દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને રજુઆત કરવામાં આવી હતી કે, જૂનાગઢ શહેર સમગ્ર વિશ્વમાં પ્રવાસન સ્થળ તરીકે આગવી ઓળખ ધરાવે છે. જૂનાગઢમાં જોવાલાયક સ્થળો અને બેનમૂન સ્થાપત્યોની દરરોજ દેશ-વિદેશના લોકો આવે છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરના લોકો તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ કોઈને કોઈ કામસર જૂનાગઢમાં અવરજવર કરતા હોય છે. તેથી લોકલ વાહન વ્યવહારમાં રીક્ષા સહિત અન્ય પેસેન્જર વાહનો હોય છે. પણ એના ભાડાં વધુ હોય ના ખાનગી મુસાફરી ખર્ચાળ રહે છે. આથી લોકોને સસ્તી અને સલામતી મુસાફરી પરવડે તેવી સીટી બસ સુવિધા શરૂ કરવામાં આવે તો લોકોને આર્થિક રીતે ભારે રાહત રહે તેમ છે. આથી આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.