જૂનાગઢમાં ટીબીના દર્દીઓના ઘરે જઈ માર્ગદર્શન આપતું મનપા

ટીબીના દર્દીઓની સારવારની ચકાસણી કરાઈ

જૂનાગઢ : જુનાગઢ મહાનગરપાલિકાનાં ટીબી વિભાગ દ્વારા શહેરી વિસ્તારોમાં ટીબીનાં દર્દીઓની ઘરે મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ દર્દીઓની સારવારની ચકાસણી કરવામાં આવી હતી.

જુનાગઢ મહાનગરપાલિકાનાં ટીબી વિભાગ દ્વારા તા.૨૨ અને ૨૩ એપ્રિલના રોજ જુનાગઢ શહેરના ગિરનાર રોડ, વાલ્મીકી આશ્રમ, કડીયાવાડ, દોલતપરા, સરગવાડા, આંબાવાડી, જોષીપુરા, સાબલપુર, ખામ ધ્રોળ વગેરે વિસ્તારમાં મનપાના કમિશનર આર.એમ.તન્નાના માર્ગદર્શન હેથળ અને સીટી ટીબી ઓફીસર ડો. સ્વયં પ્રકાશ પાંડે દ્વારા સી .ટ્રીટમેન્ટ સુપર વાઈઝર, ટી.બી.એચ.વી સાથે ઉપરોક્ત વિસ્તારમાં આવેલા દરેક એમ.ડી.આર.દર્દીઓની ઘરે જઈને મુલાકાત લેવામાં આવી અને દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને એમ.ડી.આર.(મલ્ટી ડ્રગ રેસિસ્ટન્સ) ટીબી વિષે જરૂરી જાણકારી આપવામાં આવી હતી તેમજ દર્દીઓની સારવારની ચકાસણી કરવામાં આવી હતી. અને સારવાર અને પોષ્ટિક ખોરાક વિષે જરૂરી જાણકારી આપવામાં આવી હતી. જેથી એમ.ડી.આર.ટીબીને લોકોમાં ફેલાવાથી રોકી શકાય તેથી પ્રધાનમંત્રીના વર્ષ:૨૦૨૫ સુધીમાં ટીબી નાબુદીકરણ મિશનને સાકાર કરી શકાય