જૂનાગઢમાં પ્રેમસંબંધ મામલે યુવાનની હત્યાની કરનાર ત્રિપુટી ઝડપાઈ

બે મહિના પહેલાના હત્યાના બનાવની ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં બી ડિવિઝન પોલીસે ભેદ ઉકેલી નાખ્યો

જૂનાગઢ : જૂનાગઢના ઝાંઝરડા ચોકડીની બાજુમાં ઝુપડાઓ પાસે બે મહિના પહેલા પ્રેમ સબંધ મામલે યુવાનની હીંચકારી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાન તેની પ્રેમકાના ઘર પાસે મળવા ગયા બાદ યુવતીના પરિવારજનોએ અગાઉથી હત્યાનો પ્લાન ઘડીને યુવાની હત્યા કરી તેની લાશને જંગલમાં ફેંકી દીધી હતી. આ બનાવની ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ બી ડિવિઝન પોલીસે ત્રણેય હત્યારાઓને ઝડપી લીધા હતા.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના ઝાઝરડા ગામથી આગળ ધંધુસર રોડ ઉપર ચેકડેમ નજીક ગત તા.15 એપ્રિલના રોજ એક બાઈક મળી આવ્યા બાદ પોલીસે તપાસ ચલાવતા જૂનાગઢના ઝાઝરડા બાયપાસ જલારામ મંદિર પાછળ વિસ્તારમાં સંજય મનસુખભાઈ ચૌહાણ નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બાદમાં બી ડિવિઝનના પીઆઇ આર.એસ.પટેલ, પીએસઆઇ કે.કે.મારુંએ મૃતકના કોલ ડિટેઇલની તપાસ કરાવતા ત્રણ શકમંદો મૃતક યુવાન સાથે સંપર્કમાં હોવાનું ખુલતા આ આરોપીઓને ઉઠાવીને પૂછપરછ કરતા બે મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ખુલ્યા હતો. આથી મૃતક યુવાનના પિતા મનસુખભાઈ દેવશીભાઈ ચૌહાણ (ઉ.વ.૬૨ રહે. જયશ્રી ટોકીઝ, તુલજા ભવાની પાછળના ભાગે ગોકુલનગર મંગલમ એપાર્ટમેન્ટની બાજુમાં જુનાગઢ)એ આરોપીઓ સંજય ભુરિયા (રહે.જુનાગઢ ઝાંઝરડા ચોકડી રોનક એપાર્ટમેન્ટ પાસે ઝુપડામાં મુળ રહે.દાહોદ), અજીત રમેશ કોળી (રહે. જલારામ મંદિર પાછળ રોનક એપાર્ટમેન્ટ જુનાગઢ મુળ ગામ ભગવાન પર તા.લીંબડી જી.સુરેન્દ્રનગર) તથા કાયદાના સંઘર્ષમાં આવેલો એક સગીર આરોપી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ ફરીયાદીના દિકરા સંજયને એક આરોપીના મામાની દિકરી પ્રેમસંબંધ થઇ ગયેલ હોય જેથી બન્ને અવાર નવાર મળતા હોય જેના કારણે ત્રણેય આરોપીઓએ આગોતરૂ આયોજન કરી ફરીયાદીનો દિકરો સંજય ગત તા.૧૬/૦૨/૨૨ના રોજ ઝાંઝરડા ચોકડી રોનક એપાર્ટમેન્ટની બાજુમાં ઝુપડાઓ પાસે યુવતી ઝુપડે આવતા ત્રણેય આરોપીઓએ ભેગા મળી ફરીયાદીના દિકરાને એકસંપ કરી આરોપી અજીત કોળીએ મોઢે ડુચો દઇ પકડી રાખી અને આરોપી સંજય ભુરીયાએ માથામાં ધોકા જેવા પાઈપથી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી મોત નીપજાવી અને માથામાં પથ્થર મારી અને બનાવની જાણ ન થાય તે માટે ફરીયાદીના દિકરાની લાશ બાવળના કાટ જંગલમાં નાખી દઇ અને મોટર સાયકલ તળાવમાં નાખી દઇ મોબાઇલ ફોન તથા ચપ્પલ અને આરોપી અજીત તથા આરોપી સંજય ભુરીયાના કપડા સાથે તેઓએ ત્યાં સળગાવી દઇ પુરાવાઓ નાશ કરી દીધો હતો. હાલ પોલીસે આ કાયદાના સંઘર્ષમાં આવેલો સગીરા આરોપી સહિત ત્રણેયને પોલીસે ઝડપી લીધા હતા.

આ હત્યાનો ભેદ ઉકેલવા માટે બી ડીવીજન પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.એસ.પટેલ સા તથા એલ.સી.બી. શાખાના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી સા. તથા દાહોદ એલ.સી.બી.ના પો.ઇન્સ બી.ડી.શાહ તથા પો.સબ ઇન્સ. કે.કે મારૂ તથા પો.સબ.ઇન્સ જે.એચ.કછોટ તથા પો.સબ ઇન્સ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. એ.યુ.આરબ તથા એ.એસ.આઇ. આર.એ.બાબરીયા તથા એ.એસ.આઇ દેવાયતાભઇ બાબરીયા તથા એ.એસ.આઇ કમલેશભાઇ કીડીયા પો.હેડ કોન્સ વિપુલભાઇ રાઠોડ તથા દોહોદ એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. અશોકભાઇ ખીમજીભાઇ તથા પો.કોન્સ. નિપુણભાઇ સોનારા તથા પો.કોન્સ વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. હારૂનભાઇ ખાનાણી તથા પો.કોન્સ નીતીનભાઇ હીરાણી તથા એલ.સી.બી.જુનાગઢ

ના પો.કોન્સ દિપકભાઇ બડવા તથા પો.કોન્સ ડાયાભાઇ કરમટા તથા પો.કોન્સ મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા.પો.કોન્સ, પરબતભાઇ દીવરાણીયાએ સાથે મળીને સરાહનીય કામગીરી કરી હતી.