જૂનાગઢને ધમરોળતી તસ્કર ગેંગના સાગરીતને દબીચી લેતી ક્રાઇમ બ્રાન્ચ

પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાની ગેંગ સાથે મળી જૂનાગઢ ઉપરાંત અન્ય જિલ્લામાં દરેક જેટલી ચોરી કર્યાની કબૂલાત આપી

જૂનાગઢ : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના કેશોદ,ખોટવા, વંથલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધરફોડ ચોરીઓ કરતી તસ્કર ગેંગના સાગરીતને દબોચી લીધો હતો. તેમજ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ પોતાની ગેંગ સાથે મળી જૂનાગઢ ઉપરાંત અન્ય જિલ્લામાં દરેક જેટલી ચોરી કર્યાની કબૂલાત આપી છે. આથી અન્ય આરોપીઓના નામ ખુલતા તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ્ટાફના માણસો જૂનાગઢ જિલ્લામાં ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્ગ બનતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હોય. તે દરમ્યાન એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા તથા સાથેના પો.હે.કો. જયદિપભાઇ કનેરીયા તથા પો.કો. સાહિલ સમા, ભરતભાઇ સોલંકીને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ હકિકત મળેલ કે, જૂનાગઢ જીલ્લાના કેશોદ અને બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય અગાઉ ચોરીઓના બનાવ બનેલ હોય. જે ચોરીઓમાં રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકાના વાસાવાડ ગામની તસ્કર ગેંગના માણસો સંડોવાયેલ હોવાની માહિતી મળી હતી.

જૂનાગઢ જીલ્લામાં અગાઉ ચોરીઓમાં પકડાયેલ આ ગેંગનો માણસ રણજીત ધીરૂ દેવીપુજક હાલ ચોબારી ફાટક નજીક ઉભેલ છે. તેવી ચોક્ક્સ હકિકત મળતા તાત્કાલીક હકિકતવાળી જ્ગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકિકત વર્ણનવાળો એક ઇસમ ચોબારી રેલ્વે ફાટક નજીક ઉભેલ હોય, જે ઇસમને જેમનો તેમ પકડી પ્રાથમિક પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી વધુ પુછપરછ માટે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ઓફીસે લઇ આવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે પોતાના સાગરીતો સાથે મળી જૂનાગઢ જીલ્લામાં તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ-અલગ જ્ગ્યાએ ચોરીઓ કરેલાની હકિકત જણાવતા આરોપીની અંગ જડતીમાંથી મળી રોકડા રૂ.૬૪૨૦ તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન – ૧ કિ.રૂ.૧૦,૦૦૦ નો મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોંપી આપવામાં આવેલ હતી.

આરોપી રણજીત ધીરૂભાઇ સોલંકી (ઉવ.૨૫ ધંધો. મજૂરી રહે. મોટી ખીલોરી ગામ તા.ગોંડલ જી. રાજકોટ ગ્રામ્ય મુળ ગામ વાસાવાડ, તા. ગોંડલ જી. રાજકોટ ગ્રામ્ય)એ પોલીસની પૂછપરછમાં કબૂલાત આપી હતી કે, આશરે એકાદ મહીના પહેલા રણજીત ધીરૂ સોલંકી તથા જીતેષ ઉર્ફે હિતેષ ઉર્ફે જીતો ઉર્ફે કટી મુનીભાઇ તથા મારો ભાઇ દેવચંદ એમ ત્રણેય જણાએ કેશોદ નજીક આવેલ ઇદ્રાણા ગામે રાત્રીના એક મકાનના તાળા તોડી મકાન અંદર કબાટમાં રાખેલ સોના અને ચાદિના દાગીની ચોરી કરેલ હતી. જે સોના – ચાંદિના દાગીના રણજીત ધીરૂ સોલંકી રાજકોટ સોની બજારમાં એક સોનીને ત્યા વેચેલ છે, જે સૌનીનું નામ આવડતું નથી. પરંતુ તેની દુકાન સાથે આવીને બતાવી શકે તેમ છે. જે સોના ચાંદિના દાગીનાના રૂ.૧,૫૦,૦૦૦ આવેલ હતા. જે પૈસાનો ભાગ પાડી લીધેલ અને ભાગના પૈસા વાપરી નાખેલ છે. જે અંગે ખરાઇ કરતા કેશોદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયેલ છે.

આશરે એકાદ મહીના પહેલા રણજીત ધીરૂ સોલંકી તથા જીતેષ ઉર્ફે હિતેષ ઉર્ફે જીતો ઉર્ફે કી મુનીભાઇ દેવી પુજક તથા મારો ભાઇ દેવચંદ એમ ત્રણેય જણાએ કેશોદ નજીક આવેલ ઇંદ્રાણા ગામે ચોરી કરેલ તે જ રાત્રીના ત્રણેય જણાએ બાલાગામ ગામે એક કરીયાણાની દુકાનમાંથી રૂ.૧૧,૦૦૦ ની ચોરી કરેલ છે. જે પૈસાનો ત્રણેય જણાયે ભાગ પાડી વાપરી નાખેલ છે. જે અંગે ખરાઇ કરતા કેશોદ પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ છે. તેમજ રણજીત ધીરૂ સોલંકી તથા જીતેષ ઉર્ફે હિતેષ ઉર્ફે જીતો ઉર્ફે કટી મુનીભાઇ તથા મારો ભાઇ દેવચંદ એમ ત્રણેય જણાએ બાલાગામ ગામે રાત્રીના કરીયાણાની દુકાને ચોરી કરેલ તે દુકાન નજીક એક સ્પલેન્ડર મોટર સાયકલ પડેલ હતું. તે મોટર સાયકલની ચોરી કરેલ હતી. જે મોટર સાયકલના નંબર યાદ નથી. તેમજ આ ચોરી કરેલ મોટર સાયકલ ધોરાજી ભુખી ચોકડી નજીક રેલ્વેના પાટાની નજીક કટીએ મુકી દિધેલ હતુ. જે અંગે ખરાઇ કરતા કેશોદ પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ છે.

રણજીત ધીરૂ સોલંકી તથા જીતેષ ઉર્ફે હિતેષ ઉર્ફે જીતો ઉર્ફે કટી મુનીભાઇ તથા દેવચંદ એમ ત્રણેય જણાએ ઉપરોક્ત ચોરીઓ કરેલ તે જ રાત્રીના બાટવા નજીક આવેલ આંબલીયા ગામે એક પાનબીડીની દુકાનનું તાળુ તોડી દુકાનના ઘડામાં રાખેલ રોકડા રૂ.૭૦૦૦ ની ચોરી કરેલ છે. જે પૈસાનો ભાગ પાડી વાપરી નાખેલ છે. જે અંગે ખરાઇ કરતા બાટવા પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ છે. આશરે ચારેક મહિના પહેલાં રણજીત ધીરૂ સોલંકી તથા અશોક ઉર્ફે બાવ બાઘુભાઇ ભાણાભાઇ રહે. ગરનાળા તા. ગોંડલ તથા જીતેષ ઉર્ફે હિતેષ ઉર્ફે જીતો ઉર્ફે કટી મુનીભાઇ દેવી પુજક તથા તેનો ભાઇ છનેશ ઉર્ફે ડી.ડી. તથા વિક્રમ ધીરૂ ચારોલીયા તથા ધોરાજીનો ભુપત દેવશી ચારોલીયા છએય જણાએ નરેડી ગામમાંથી રાત્રીના અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલની ચોરી કરેલ છે. જેના નંબર ખબર નથી. પરંતુ આ બંને મોટર સાયકલ નાવડા ગામ નજીક વોકળામાં ફેંકી દિધેલ છે.

આશરે ચારેક મહિના પહેલાં રણજીત ધીરૂ સોલંકી તથા અશોક ઉર્ફે બાવ બાઘુભાઇ ભાણાભાઇ રહે. ગરનાળા તા. ગોંડલ તથા જીતેષ ઉર્ફે હિતેષ ઉર્ફે જીતો ઉર્ફે કટી મુનીભાઇ દેવી પુજક તથા તેનો ભાઇ ઇનેશ ઉર્ફે ડી.ડી, તથા વિક્રમ ધીરૂ ચારોલીયા તથા ધોરાજીનો ભુપત દેવશી ચારોલીયા એમ છએય જણાએ રાત્રીના નરેડી ગામેથી બે મોટર સાયકલ ચોરીને નાવડા ગામે ગયેલ હતા અને નાવડા ગામે ચોકમાં એક કરીયાણાની દુકાનમાં પરચુરણ રૂપિયા તથા બિસ્કીટ, બીડી, બાકસની ચોરી કરેલ છે. તેમજ આશરે ચારેક મહિના પહેલાં રણજીત ધીરૂ સોલંકી તથા અશોક ઉર્ફે બાવ બાઘુભાઇ ભાણાભાઇ રહે. ગરનાળા તા. ગોંડલ તથા જીતેષ ઉર્ફે હિતેષ ઉર્ફે જીતો ઉર્ફે કટી મુનીભાઇ તથા તેનો ભાઇ છનેશ ઉર્ફે ડી.ડી. તથા વિક્રમ ધીરૂ ચારોલીયા તથા ધોરાજીનો ભુપત દેવશી ચારોલીયા એમ છએય જણાએ રાત્રીના નરેડી ગામે બે મોટર સાયકલ ચોરીને નાવડા ગામે ગયેલ હતા અને નાવડા ગામે એક સોનીની દુકાનમાંથી સોના ચાંદિના દાગીનાની ચોરી કરેલ હતી. જે દાગીના રણજીતે રાજકોટ સોનીને વેચેલ છે. જેની દુકાનનું નામ કે સોનીના નામની ખબર નથી. પરંતુ સાથે આવીને દુકાન બતાવી શકે તેમ છે.જેના રૂપિયા આવેલ હતા. પરંતુ કેટલા રૂપિયા આવેલ તે હાલ યાદ નથી. જે રૂપીયાનો ભાગ પાડી લીધેલ છે અને વાપરી નાખેલ છે. જે અંગે ખરાઇ કરતા વંથલી પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ છે.

વધુ પૂછપરછમાં આરોપી રણજીત ધીરૂ સોલંકી તથા અશોક ઉર્ફે બાવ બાઘુભાઇ ભાણાભાઇ રહે. ગરનાળા તા. ગોંડલ તથા જીતેષ ઉર્ફે હિતેષ ઉર્ફે જીતો ઉર્ફે કટી મુનીભાઇ તથા તેનો ભાઇ ઇમેશ ઉકે ડી.ડી, તથા વિક્રમ ધીરૂ ચારોલીયા દે.પુ. તથા ધોરાજીનો ભુપત દેવશી ચારોલીયા એમ છએય જણાએ રાત્રીના નાવડા ગામે એક સોનીની દુકાનમાં ચોરી કરેલ તે પછી નાવડા ગામમાંથી બે મોટર સાયકલની ચોરી કરેલ છે. જે મોટર સાયકલના નંબર હાલ યાદ નથી. પરંતુ તેમાંથી મોટર સાયકલ ગામ બહાર મુકી દિધેલ હતું અને બીજું મોટર સાયકલ ઇનેશ ઉર્ફે ડીડી લઇ ગયેલ છે. તેમજ રણજીત ધીરૂ સોલંકી તથા અશોક ઉર્ફે બાવ બાધૂભાઇ ભાણાભાઇ રહે. ગરનાળા તા. ગોંડલ તથા જીતેષ ઉર્ફે હિતેષ ઉર્ફે જીતો ઉર્ફે કટી મુનીભાઇ તથા તેનો ભાઇ નેશ ઉર્ફે ડી.ડી. તથા વિક્રમ ધીરૂ ચારોલીયા તથા ધોરાજીનો ભુપત દેવશી ચારોલીયા એમ છએય જણાએ રાત્રીના નાવડા ગામે ચોરી કરેલ છે. તે જ રાત્રીના ગળવાવ અને બોડકા ગામે ચોરી કરવા માટે ગયેલ હતા, પરંતુ ત્યા માણસો જાગી જતા ભાગી ગયેલ હતા અને આશરે એકાદ મહીના પહેલા રણજીત ધીરૂ સોલંકી તથા જીતેષ ઉર્ફે હિતેષ ઉર્ફે જીતો ઉર્ફે કટી મુનીભાઇ તથા દેવચંદ ધીરૂ સોલંકીએ ધોરાજી સુપેડી રોડ ઉપર એક મકાનમાંથી રોકડા રૂ.૧૦,૦૦૦ તથા સોનાના દાગીનાની ચોરી કરેલ છે. જે સોનાના દાગીના કી લઇ ગયેલ છે. તેના પૈસાનો ભાગ પાડેલ નથી. જે અંગે ખરાઇ કરતા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ધોરાજી પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ છે. આ રીતે દસ ગુન્હાની કબૂલાત આપતા પોલીસે અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.