વીસાવદરના નાના કોટડા ગામે કૂવામાં પાણી જોવા જતી વખતે પડી જતા વૃદ્ધનું મોત

જૂનાગઢ : વીસાવદરના નાના કોટડા ગામે કૂવામાં પાણી જોવા જતી વખતે પડી જતા વૃદ્ધનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોરધનભાઇ ગોવીંદભાઇ સાવલીયા (ઉ.વ.૬૦ રહે.નાના કોટડા, વિસાવદર) નામના વૃદ્ધ ગઈકાલે ગામના કુવામા પાણી જોવા જતા કુવો ખુલ્લો હોય અકસ્માતે પગ લપસી જતા માથાના ભાગે ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.