ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા, અન્ય બે ફરાર

જૂનાગઢના સંજયનગર પાસે આવેલ કૃષિ યુનિવર્સિટીના મિલ્ક ફાર્મ પાછળ દિવાલના બોખરામાં વિદેશી દારૂના કટીંગ વખતે પોલીસ ત્રાટકી

જૂનાગઢ : જૂનાગઢ સી ડિવિઝન પોલીસ ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના સંજયનગર પાસે આવેલ કૃષિ યુનિવર્સિટીના મિલ્ક ફાર્મ પાછળ દિવાલના બોખરામાં વિદેશી દારૂના કટીંગ વખતે પોલીસ ત્રાટકી હતી અને પોલીસે ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે બે બુટલેગરને દબોચી લીધા હતા.જ્યારે અન્ય બે આરોપીઓને ફરાર દર્શાવી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટાફને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, જૂનાગઢના સંજયનગર પાસે આવેલ કૃષિ યુનિવર્સિટીના મિલ્ક ફાર્મ પાછળ દિવાલના બોખરામાં GJ-11-BH-0088 નંબરની કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમી મળતા ઉપરોક્ત સ્થળે વિદેશી દારૂના કટીંગ વખતે જ પોલીસે રેઇડ પાડી હતી અને પોલીસે રેઇડ દરમિયાન વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ પેટી નંગ ૦૩ તથા છુટી બોટલ નંગ-૪૮ મળી કુલ બોટલો નંગ ૮૪ જેની કિ.રૂ. ૩૩,૬૦૦ નો રાખી તેમજ મારૂતિ શીફટ ગાડી નંGJ-11-BH-0088 કિ.રૂ. ૩,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૩ કિ.રૂ. ૧૩૦૦૦/- તથા મોપેડ ગાડી નં GJ11BS8353 કિં.રૂ.૩૫૦૦૦ તથા હીરો કંપનીની HF ડિલક્ષ ગાડી નં-GJ11CF8353 કિં.રૂ.૩૦૦૦૦ મળી કુલ રૂ.૪,૪૬,૬૦૦ ના મુદામાલ સાથે આરોપીઓ નિલેશભાઇ પુંજાભાઇ કાનગડ અને દેવરખીભાઇ કારાભાઇ વાંદાને ઝડપી લીધા હતા. જ્યારે હાજર નહી મળી આવેલ બાવનભાઇ ચનાભાઇ મોરી, રાહુલ દાસાભાઇ રબારીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.