માંગરોળમાં ગરમ દુધનું તપેલું માથે પડતા બાળકીનું મોત

જૂનાગઢ : માંગરોળમાં ગરમ દુધનું તપેલું માથે પડતા બાળકીનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દિવીશાબેન સંતોષભાઇ પ્રજાપતિ (ઉ.વ.આશરે ૨ વર્ષ રહે.માંગરોળ તિરૂપતી સોસાયટી મૂળ ઉત્તરપ્રદેશ) નામની બાળકી પોતાના ઘરમાં રમતી હતી અને પોતાના ઘરમા પડેલ ગરમ દુધનુ તપેલુ પડેલ તે રમતા રમતા ઉંધુ વાળી દેતા ગરમ દુધ પોતાના ઉપર ઢોળાઈ જતા છાતી તથા વાસાના ભાગે તથા શરીરે દાઝી જવાથી તેણીને પ્રથમ સારવાર માંગરોળ માંગરોળ બાદ સીવીલ હોસ્પીટલ જુનાગઢ અને ત્યાંથી રાજકોટ સીવીલ હોસ્પીટલ સારવાર ખસેડાઇ હતી.જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.