જૂનાગઢમાં સાત વર્ષના બાળકે રમઝાનનું રોઝૂ રાખી અલ્લાહની બંદગી કરી

જૂનાગઢ : હાલમાં મુસ્લિમ ધર્મ પવિત્ર રમજાન ચાલી રહ્યો છે. જો કે મુસ્લિમ સમાજના મોટેરાઓ તો રાઝ રાખીને અલ્લાહની બંદગી કરતા હોય છે.જેની સાથે નાના બાળકો પણ ભૂખ તરસ વેઠીને અલ્લાહની ઈબાદત કરવામાં પીછેહઠ કરતા નથી. ગઈકાલે ૨૧ રોઝા પૂર્ણ થયા છે. ત્યારે જૂનાગઢ શહેરના મુસ્લિમ અગ્રણી ડેનીભાઈ હાલાના પુત્ર અફઝલ હાલાએ તેની સાત વર્ષની ઉંમરે રોઝૂ રાખીને અલ્લાહની રાહમાં નમાઝ અદા કરીને દુઆ માંગી હતી અને ઇબાદત કરી હતી