મકાનનો સ્લેબ તૂટી પડતા એક શ્રમિકનું દટાઈ જવાથી મોત

જૂનાગઢના જી.આઇ.ડી.સી વિસ્તારમાં મકાન તોડી પાડતી વખતે બનેલી કરુણ ઘટના

જૂનાગઢ : જૂનાગઢના જી.આઇ.ડી.સી વિસ્તારમાં મકાન તોડી પાડતી વખતે કરુણ ઘટના સર્જાઈ હતી. જેમાં મકાનનો સ્લેબ તૂટી પડતા તેના કાટમાળ હેઠળ દટાઈ જવાથી એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના જી.આઇ.ડી.સી ૨ વિસ્તારમાં આવેલ વિષ્ણુભાઇના મકાનના સ્લેબ તોડવાનુ કામ ચાલુ હતુ અને શ્રમિકો આ મકાનનો સ્લેબ તોડી પાડવાનું કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન અકસ્માત તે સ્લેબ તુટી પડતા નીખીલ અશોકભાઇ મહીડા (ઉ.વ ૧૮ રહે.વડાલ) નામના શ્રમિક યુવાન ઉપર પડતા માથામાં તથા છાતીના ભાગે પુરેપુરી બોડી ડેમેજ થઇ ગયેલ હોય જેને બહાર કાઠી ૧૦૮ મારફતે જુનાગઢ સરકારી હોસ્પીટલ માં દાખલ કરતા ફરજ પરનાં ડોકટર તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.