માળીયા હાટીનાના ખોરાસા ગામે યુવાનને વોટસઅપમા ધમકી

જૂનાગઢ : માળીયા હાટીનાના ખોરાસા ગામે યુવાનને વોટસઅપમા ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે નીકુંજભાઇ ચંદુભાઇ લાડાણી (ઉવ.૩૩ રહે.ખોરાસા લૃહારશેરી વાલજી વેલજી લાડાણીના મકાને તા.માળીયા હાટીના)એ આરોપી અમીતભાઇ અસમુખભાઇ ડઢાણીયા ₹રહે.અમદાવાદ અમરાઇવાડી ઉમીયા ટેનામેન્ટ વસ્ત્રાલ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના બહેને આરોપી વિરૂધ્ધમા પોલીસ ફરીયાદ કરેલ હોય જેનુ મનદુ:ખ રાખી આરોપીએ પોતાના મોબાઇલ ફોન ઉપરથી ફરીયાદીને મોબાઇલ ફોન નંબરના વોટસઅપમા ફોન કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.