લાયસન્સ લીધા વગર સ્ટાર ઇન્ડીયા ચેનલનુ પ્રસારણ કરનાર કેબલ ઓપરેટર સામે ગુન્હો દાખલ

સ્ટાર ઇન્ડીયા પ્રા.લી કંપનીના કન્સલન્ટટે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જુનાગઢ તાલુકા ગોલાધર ગામેં કેબલ ઓપરેટર લાયસન્સ લીધા વગર સ્ટાર ઇન્ડીયા ચેનલનુ પ્રસારણ કરતો હોવાનું સામે આવતા તેની સામે સ્ટાર ઇન્ડીયા પ્રા.લી કંપનીના કન્સલન્ટટે કોપીરાઇટ એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અનિલ રામ સિંદે (ધંધો-કન્સલન્ટટ-સલાહકાર, રહે.બી.એમ.સી કોલોની રૂમ નં-૨૮ ડી વોર્ડ સંતોષનગર ફ્લીમ સીટી રોડ ગોરેગાંવ ઇસ્ટ મુંબઇ)એ આરોપી સવદાસભાઇ આહિર (રહે. ગોલાધર ગામ તા.જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ગોલાધર ગામે પોતાના કબ્જા ભગવટાના રહેણાક મકાનમા ગેરકાયદે સ્ટાર ઇન્ડીયા પ્રા.લી કંપની ચેનલોની પ્રસારણ કરવાની પુર્વ મંજુરી તથા લાયસન્સ લીધા વગર કંપનીની જાણ બહાર સ્ટાર ઇન્ડીયા પ્રા.લી કંપની ચેનલનુ પ્રસારણ કરી કંપનીને નુકશાન પહોચાડયુ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.