મંજૂરી વિના રેલી યોજી ભાજપ સરકાર વિરુદ્ધ દેખાવ કરવા મામલે ગુન્હો દાખલ

માણાવદરના આંબેડકર (સિનેમા) ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરતા ચાર કાર્યકરોની સામે ફોજદારી કાર્યવાહી થઈ

જૂનાગઢ : માણાવદરના આંબેડકર (સિનેમા) ચોક ખાતે ગઈકાલે મંજૂરી રેલી યોજી ભાજપ સરકાર વિરુદ્ધ કેટલાક ટોળાએ દેખાવ કર્યો હતો. આથી પોલીસે મંજૂરી વગર રેલી યોજી વિરોધ પ્રદર્શન કરતા ચાર કાર્યકરોની સામે ગુન્હો દાખલ કરી ફોજદારી કાર્યવાહી હાથ ધરી છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માણાવદર પોલીસ મથકના ઇ.ચા.પો.સ.ઇ. વી.આર.ચાવડાએ આરોપીઓ ભાવિન શાંતીલાલ રાઠોડ (ઉ.વ.૩૨ રહે.માણાવદર), નરેશભાઇ ભનુભાઇ (રાઠોડ ઉ.વ.૨૮ રહે.બાટવા તા.માણાવદર), સુરેશભાઇ મેપાભાઇ કાબા (ઉ.વ.૩૯ રહે.માણાવદર), ભાવેશભાઇ કારાભાઇ રાઠોડ (ઉ.વ. ૩૦ રહે.મીતી ગામ તા.માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે આરોપીઓએ માણાવદર આંબેડકર (સિનેમા) ચોકમા રેલીની કોઇ મંજુરી લીધા વિના એકઠા થઈ ભાજપ સરકાર વિરૂધ્ધ સુત્રોસાર કરી અન્ય રાહદારી લોકોને અવરોધ થાય તે રીતે રસ્તો રોકી જાહેર હિતને અવરોધ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.