પતિએ દારૂ પીને મારકૂટ કરતા પત્ની દીકરીઓ સાથે પિયરે રહેવા મજબુર

જૂનાગઢમાં હાલ પિયરે રહેતી પરિણીતાએ તેના પતિ અને સાસુ સામે ત્રાસની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢમાં પતિ દારૂ પીને મારકૂટ કરતો હોવાથી તેના ત્રાસથી કંટાળી પત્ની તેની દીકરીઓ સાથે પોતાના માવતરને ઘરે ચાલી ગઈ હતી. ત્યાં જઈને પણ પતિએ ત્રાસ આપીને સુખેથી રહેવા ન દેતા અંતે પરિણીતાએ તેના પતિ તેમજ સાસુ સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢના મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ચંદનબેન કિરણભાઇ સોલંકી (ઉ.વ.૩૭ રહે.મધુરમ નાગરીક સોસાયટી શેરી ન.૪ ના ખુણે હાલ નાગરીક સોસાયટી શેરીન.૬ વીડી.ચોહાણ ના ઘરે જુનાગઢ)એ આરોપીઓ કિરણભાઇ બાબુભાઇ સોલંકી (પતિ), દેવીબેન વા/ઓ બાબુભાઇ ધનજીભાઇ (સાસુ-રહે. મધુરમ નાગરીક સોસાયટી શેરી ન.૪ ના ખુણે જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી બેનને લગ્ન ના દોઢ વર્ષ બાદ શારીરીક માનસીક દુખત્રાસ આપી ગાળો બોલી આરોપી પતિને આરોપી સાસુએ ફરીયાદી બેન વીરુધ્ધ ચડામણી કરતા જેથી આરોપી પતિ દારુ પીને મારકુટ કરી ત્રાસ આપેલ હોય જે ત્રાસથી કંટાળી ફરીયાદીબેન તેમની બન્ને દિકરીઓ સાથે તેમના માવતરના ઘરે જતા રહેલા પણ આરોપી પતિ ફારીયાદી બેનના માવતરના ઘરે જઈ માથાકુટ કરી ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદ જણાવ્યું હતું.