જૂનાગઢ નજીક ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ નજીક પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ગુલબવાડી ગરબીચોક પાસે આરોપી અમીત ધનસુખભાઇ મારડીયાને તેના કબ્જામાથી ભારતીય બનાવટની પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ-૩૧ કી.રૂ! ૧૨૪૦૦ તથા ૧૮૦ એમ.એલ.ના પાઉચ નંગ-૨૮ કી.રુ.૨૮૦૦ એમ કુલ કી.રુ.૧૫૨૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.