૨૪ એપ્રિલે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા જૂનાગઢ જિલ્લામાં

જૂનાગઢ : તા.૨૨ ગ્રામ વિકાસ અને શ્રમ રોજગાર વિભાગના રાજ્ય મંત્રી શ્રીબ્રિજેશભાઇ મેરજા તા.૨૪ એપ્રિલના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવનાર છે.તા.૨૪ ના રોજ ૮.૩૦ કલાકે કેશોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપશે. ૧૦.૩૦ કલાકે સેંદરડા ખાતે પંચાયતી રાજ દિવસ ઉજવણી અંતર્ગત આયોજીત ગ્રામસભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ બપોરે ૧.૧૫ કલાકે જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરી ખાતે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ૬૮ કે.વી રૂફટોપ – પેનલનાં લોકાર્પણમાં સહભાગી થશે.