ગીર સોમનાથથી રાજકોટ જવા માટે એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરાઈ

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા સંદર્ભે ગીર સોમનાથ જિલ્લાનાં પરીક્ષાર્થીઓ માટે ખાસ આયોજન

જૂનાગઢ : તા.૨૪ એપ્રિલ ૨૦૨૨નાં રોજ રાજ્યનાં તમામ જિલ્લા ખાતે GSSSB બિનસચિવાલય કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાનાં વિદ્યાર્થીઓને જૂનાગઢ જિલ્લામાં પરીક્ષા સેન્ટર આપવામાં આવેલ છે.

ગીર સોમનાથ જિલ્લામાંથી પરીક્ષાર્થીઓસરળતાથી પહોંચી શકે તેમજ પરીક્ષાર્થીઓને સુવિધા મળી રહે તે હેતુથી જૂનાગઢ તરફ આવવા માટે તા. ૨૪-૦૪-૨૦૨૨ના રોજ સવારે ૫-૦૦ કલાકે થી શરૂ કરી વેરાવળ જૂનાગઢ દર ૦.૩૦ મીનીટે એક્સ્ટ્રા બસ ઓન લાઇન રીઝર્વેશન (એડવાન્સ બુકીંગ) માં સમાવેશ કરવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયે જૂનાગઢથી વેરાવળ તરફ જવામાટે ૧૩-૩૦ કલાકથી શરૂ કરી દર ૦.૩૦ મીનીટે એક્સ્ટ્રા બસ ઓનલાઇન રીઝર્વેશન(એડવાન્સ બુકીંગ) માં સમાવેશ કરવામાં આવશે. જેથી તમામ પરિક્ષાર્થીઓ દ્વારા ઓનલાઇન બુકીંગ કરાવી પોતાની સીટ મેળવી આ બસ સેવાનો લાભ લેવા જણાવાયુ છે. તેમજ ગીર સોમનાથ થી રાજકોટ જવા માટે એક્સ્ટ્રા બસ સર્વિસ નું આયોજન કરવામાં આવશે. તેમ જૂનાગઢ એસ.ટી.નાં વિભાગીય નિયામક જી.ઓ.શાહની યાદીમાં જણાવાયુ છે.