મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લોક હેલ્થ મેળો યોજાયો

હેલ્થ મેળામાં લેબોરેટરી, પોષણને લગતી સેવાઓ ટી.બી.,એચ.આઇ.વી. કુંટુબ કલ્યાણને લગતી સેવાઓની માહિતી અપાઈ

જૂનાગઢ : મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. મેળામાં લોકોની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય વિભાગ દ્રારા યોજાયેલમેળામાં દાત, નાકકાન ગળા, હાડકા, માનસીક રોગ બાળરોગ, સ્ત્રી રોગ નિષ્ણાંત જનરલ ફિઝીશીયનના ડોકટરદવારા દર્દીઓને તપાસ અને સારવાર કરવામાં આવી હતી.

હેલ્થ મેળામાં લેબોરેટરી, પોષણને લગતી સેવાઓ ટી.બી.,એચ.આઇ.વી. કુંટુબ કલ્યાણને લગતી સેવાઓ કેન્સર, ડાયાબીટીસ, હાઇ૫ર ટેન્શન વિશે લોકોને માહિતગાર કરાયા હતા. આ મેળામાં તાલુકા હેલ્થ ઓફીસર ડો. પુજાબેન પ્રિયદર્શીની દ્વારા મેળાના હેતુ તથા લોકોમાં આરોગ્ય અંગે જાગૃતી તથા સરકારના આરોગ્યલક્ષી યોજનાઓની સમજણ આપવામાં આવી હતી.મેંદરડા ખાતે યોજાયેલ હેલ્થ મેળામાં પી.એમ.જે.વાય., હેલ્થ કાર્ડ, યોગા વીશે લોકોને આરોગ્યવિભાગ દ્રારા માહિતગાર કરવામાં આવ્યા હતા.