કિંમતી માલમતા ચોરતા તસ્કરોએ હવે સ્મશાનના સ્લેબ ભરવા માટેનો સેન્ટીંગનો સમાન પણ ન છોડ્યો !

વંથલીના ગાદોઈ ગામના સ્મશાનમાં સેન્ટીંગના માલસમાનની ચોરી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કિંમતી માલમતા ચોરતા તસ્કરોએ હવે સ્મશાનના સ્લેબ ભરવા માટેનો સેન્ટીંગનો સમાન પણ છોડ્યો ન હતો અને વંથલીના ગાદોઈ ગામના સ્મશાનમાં સેન્ટીંગના માલસમાનની ચોરી થયાનું સામે આવતા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વંથલીના ગાદોઈ ગામના સ્મશાન પાસે ગત તા.૧૮ના રોજ તસ્કરો ત્રાટકયા હતા. આ સ્મશાનના સ્લેબ ભરવાનું કામ ચાલુ હોય ત્યાં સેન્ટીંગનો સામાન પડ્યો હોય તેને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. જેમાં તસ્કરોએ ગાદોઈ ગામના સ્મશાનુ સેન્ટીગ કામ ચાલતું હોય તે જગ્યાએ સેન્ટીગ તથા સ્લેબ ભરવા માટેના અલગ-અલગ સાઈઝના લોખંડના ચોકા નંગ-૮૩ રાખેલ તે તમામ ચોકા કિ.રૂા.૫૫૧૦૦ના કોઈ ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતાં ગાદોઈ ગામના સ્મશાનુ સેન્ટીગ કામ રાખનાર કરશનભાઈ દેસાભાઈ રાઠોડે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.