મકાન લેવા માટે સાસરિયાએ રૂ.૨ લાખ દહેજ રૂપે માંગી પરિણીતાને આપ્યો ત્રાસ

હાલ જૂનાગઢમાં રહેતી રાજકોટની પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ જૂનાગઢમાં રહેતી રાજકોટની પરિણીતાએ પતિ અને સાસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જેમાં મકાન લેવા માટે સાસરિયાએ રૂ.૨ લાખ દહેજ રૂપે માંગી પરિણીતાને ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા જૂનાગઢ મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભારતીબેન હિતેશભાઈ ચૌધરી (ઉ.વ. ૨૩ રહે. ધોરાજી બહારપુરા વણકરવાસ ખીજડાવાળી શેરી જી.રાજકોટ હાલ- ડો.આંબેડકરનગર હનુમાન ચોક બીલખા રોડ જુનાગઢ)એ આરોપીઓ હિતેશભાઈ હરીભાઈ ચૌધરી (પતિ-ધોરાજી બહારપુરા વણકરવાસ ખીજડાવાળી શેરી જી.રાજકોટ હાલ-બરેલી(યુ.પી) સી/ઓ ૫૬ એ.પી.ઓ એ.એસ..સી.બી.એન. કોય), હરિભાઈ ખોડાભાઈ ચૌધરી(સસરા), અમીતાબેન હરિભાઈ ચૌધરી, વિનુભાઈ ખોડાભાઈ ચૌધરી (મોટા સસરા), ચંપાબેન વિનુભાઈ ચૌધરી, જયદીપભાઈ વિનુભાઈ ખોડાભાઈ ચૌધરી (દીયર), નાથીબેન ખોડાભાઈ ચૌધરી (ફઈજી સાસુ), જયેશભાઈ વિનુભાઈ ચૌધરી (મોટા સસરાનો દિકરો), આરતીબેન જયેશભાઈ મકવાણા, નીમુબેન કાંતીભાઈ (માસીજી સાસુ) સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી બેનના લગ્નના પાંચમાં દીવસથી ફરીયાદીના પતિ દારૂ પી ગાળો આપી મારકુટ કરી અને ફરીયાદીના દીયર સાસુ સસરા તથા મોટા સસરા તથા મોટા સાસુ તથા મોટા સસરાનો દીકરો તથા ફઇજી સાસુ પણ ફરીયાદીને ગાળો આપી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા માસીજી સાસુઓ પણ ફરીને ગાળો આપી ધમકી આપી તથા ફરીયાદીના સસરા પક્ષએ મકાન લીધેલ હોય જેથી રૂ.૨ લાખની માંગણી કરી તથા કરીયાવર બાબતે શારીરીક માનસીક દુખત્રાસ આપ્યો હોવાનું ફરિયાદ જણાવ્યું હતું.