૫૦૦ રૂપિયા આપવાની ના પાડતા યુવાનને છરી ઝીંકી લૂંટ ચલાવી

જૂનાગઢની ભારતમીલના ઢોરે બનેલા બનાવમાં એક શખ્સ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢની ભારતમીલના ઢોરે એક શખ્સે યુવાનને આંતરી રૂ ૫૦૦ માંગતા યુવાને આ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલો શખ્સ યુવાનને છરી ઝીંકી લૂંટ ચલાવીને નાસી છૂટ્યો હતો. બાદમાં ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મુસ્તાકમીયા બાવામીયા સીરાજી (ઉ.વ.૩૩ રહે. ભારતમીલના ઢોરે માશુમશા પીરની દરગાહની બાજુમા જુનાગઢ)એ આરોપી સાંગા કાળા આયર (રહે દોલતપરા જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી ગઈકાલે તેના ભારતમીલના ઢોરે માશુમશા પીરની દરગાહ પાસેના ઘરેથી રોડ તરફ જતા હતા. ત્યારે આરોપીએ ફરીયાદીને રૂ.૫૦૦ આપવાનુ કહેતા ફરીયાદીએ પૈસા આપવાની ના પાડતા આ કામના આરોપીએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો કાઢી કહેલ કે જો તુ આજે પૈસા નહી આપેતો જાનથી પતાવી દઇશ તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને લાફો મારી આરોપીએ તેની પાસેની છરી વડે ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે પેટમા ડાબી બાજુ પડખામા,તથા છાતીમા ડાબી બાજુ,તથા માથામા ઉપર ડાબી બાજુ, તથા વાસામા ડાબી બાજુ, જીવલેણ ગંભીર ઘા મારી ફરીયાદીના ખીસ્સામાંથી રૂ! ૩૦૦ની લુંટ કરી નાશી છૂટ્યો હતો. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.