જૂની અદાવતનો ખાર રાખી યુવાન ઉપર છરીથી હુમલો

જૂનાગઢના ચિતાખાના ચોક રીક્ષા સ્ટેન્ડ પાસેના બનાવમાં ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના ચિતાખાના ચોક રીક્ષા સ્ટેન્ડ પાસે જૂની અદાવતનો ખાર રાખી યુવાન ઉપર ચાર શખ્સોએ છરીથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જુબેર અમીનભાઇ ઘુમલીયા (ઉ.વ.૩૪ રહે.ઢાલરોડ ઘાંચી કમાન પાસે જુનાગઢ)એ આરોપોઓ કાજીમ રાજ સુમરા, કાજીમ સુમરાનોભાઇ, જુબેર, એજાજ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તેના મિત્રો સાથે દોલતપરા જી.આઇ.ડી.સીમા કૈનૈયા હોટલે ઉભા હતા. તે દરમ્યાન આરોપી સામે બોલાચાલી થયેલ હોય તે બાબતનુ મનદુખ રાખી ફરીયાદી ચીતાખાના ચોકે આવતા આરોપીઓએ એક સંપ કરી છરી વડે હુમલો કરી ફરીને પેટના ભાગે ઇજા પહોંચાડી હતી. આથી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.