તારી પાસે રૂપિયા હોય એ આપી દે કહી સર્વિસ સ્ટેશનના સંચાલક ઉપર હુમલો

જૂનાગઢના ધરાનગર રોડ ઉપર આઈશ્રી ખોડીયાર સર્વીસ સ્ટેશનમાં બનેલા બનાવમાં હુમલાની સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ધરાનગર રોડ ઉપર આઈશ્રી ખોડીયાર સર્વીસ સ્ટેશનમાં તારી પાસે રૂપિયા હોય એ આપી દે કહી સર્વિસ સ્ટેશનના સંચાલક ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. તો સામાપક્ષે પણ જુના મનદુઃખનો ખાર રાખી ચાર શખ્સો સામે કુહાડીથી હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિનોદભાઈ કરશનભાઈ જાદવ (ઉ.વ.૨૯ રહે. બીલખા રોડ આંબેડકરનગર ફાર્મસી કોલેજની સામે જુનાગઢ)એ આરોપી રાહુલ ચંદુભાઈ વાળા (રહે. બીલખા રોડ ધરારનગર શેરી નં. ૫ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પોતાના ધરાનગર રોડ ઉપર આવેલ આઈશ્રી ખોડીયાર સર્વીસ સ્ટેશન પર હતા. ત્યારે આરોપી ફરીયાદી પાસે આવી છરી બતાવી તારી પાસે રુપીયા હોય તો આપી દે તેમ કહેતા ફરીયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપીએ પોતાની પાસેની છરી વડે ફરીયાદીને ડાબા પગમા છરી મારી ખીસ્સામાંથી રૂ! ૫૦૦ ની લુંટ કરી નાશી છૂટ્યો હતો.

સામાપક્ષે ફરિયાદી રાહુલ ચંદુભાઈ વાળા (ઉ.વ-૩૧ રહે.બીલખા રોડ ધરાનગર શેરી નં-૦૫ જુનાગઢ) આરોપીઓ બીપીનભાઈ જાદવ તથા ત્રણ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપીના ભાઇ વિનોદભાઇને છરી મારેલ હોય જે મનદુખના કરણે ફરીયાદીને ફોન કરી ધરાનગર રોડ ઉપર આવેલ આઈશ્રી ખોડીયાર સર્વીસ સ્ટેશને બોલાવી ફરીયાદીને ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી કુહાડીના હાથા વડે ફરીને ડાબા હાથ પર માર મારી ઇજાઓ કરી હતી.