બાળકીને રમાડવા માટે વહાલથી માથે હાથ ફેરવતા યુવાન ઉપર હુમલો

જૂનાગઢના ડુંગરપુર ગામે મારામારીના બનાવમાં બે વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના ડુંગરપુર ગામે બાળકીને રમાડવા માટે વહાલથી માથે હાથ ફેરવતા યુવાન ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બે વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અશ્વીનભાઇ બાબુભાઇ રાઠોડ (ઉ.વ.૩૫ રહે. ડુંગરપુર ગામ સુભાષ નગર-૧ ટાવર પાસે તા.જી.જુનાગઢ)એ આરોપીઓ રોહીત છગનભાઇ ગોહેલ, કિશોરભાઇ રવજીભાઇ ગોહેલ (રહે. બન્ને ડુંગરપુર તા.જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી ડુંગરપુર ગામે સન્નીભાઇની દુકાને બીડી લેવા ગયેલ ત્યારે ત્યા એક આરોપીની સાથે તેના ભાઇની ત્રણ વર્ષની દિકરી હોય અને ફરીયાદીએ આ નાની છોકરીને રમાડવા માટે છોકરીના માથે હાથ ફેરવતા આરોપીઓએ ફરીયાદીને ગાળો કાઢી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ખરાબ શબ્દો બોલી ધકકો મારી પછાડી દઇ અને ત્યા પડેલ પથ્થર લઇ ફરીયાદીના માથામા મારી અને ફરીયાદીને માથાના ભાગે લોહીયાળ ઇજા કરી તેમજ ફરીયાદીને ગાળો કાઢી ઢીકાપાટુ મારી માર્યો હતો.