જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં બે પાડોશી પરિવારો બાખડયા

બન્ને પરિવારોએ એકબીજાને માર મારી સામસામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં બે પાડોશી પરિવારો કોઈ જૂની માથાકૂટને બાખડી પડ્યા હતા. આ બનાવમાં બન્ને પરિવારોએ એકબીજાને માર મારી સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી બંસીબેન વિમલભાઇ લીંબાણી (રહે.એકતાનગર ખલીલપુર રોડ બ્લોક નં ૨૫ જુનાગઢ)એ આરોપીઓ પરબતભાઇ, પરબતભાઇ ના બન્ને દિકરા, પરબતભાઇની પત્ની (રહે. બધા જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી તથા સાહેદને આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી એક આરોપી પાસે રહેલ લાકડી વતી ફરિયાદીતથા સાહેદને માર માર્યો હતો.

સામાપક્ષે ભાવનાબેન પરબતભાઇ ડાકી (રહે.એકતાનગર ખલીલપુર રોડ જોષીપરા જુનાગઢ)એ આરોપીઓ વાણંદ પોતે, વાણંદનો દિકરો, વાણંદની પત્ની (રહે. બધા જુનાગઢ) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી અને સાહેદને આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.