સોનાના દાગીનાને બદલે પિતળની ધાતુ ધાબડી દેતા છેતરપીંડીનો ગુન્હો દાખલ

જુનાગઢમાં બનેલા બનાવમાં પાંચ શખ્સો સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢમાં આધેડને પાંચ શખ્સોએ વિશ્વાસમાં લઈને દાગીના વેચવા માટે અસલ સોનુ બતાવી વેચી દીધા બાદ સોનુ નહિ પિતળ નીકળતા આધેડ છેતરાયા હતા. આથી તેઓએ સોનાના દાગીનાને બદલે પિતળની ધાતુ ધાબડી દેનાર પાંચ શખ્સો સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નરસિંહભાઇ ટપુભાઇ ભાદરકા (ઉ.વ.૫૬ રહે. કેશોદ કર્મચારી નગર કર્મેશ્વર મહાદેવના મદીરની પાસે મેઘના સોસાયટીની બાજુમા)એ આરોપીઓ સોનલબેન રાજુભાઇ બાવાજી, તેના દિકરા વિકાશ રાજુભાઇ બાવાજી (રહે બન્ને રામાપીરના મંદીર કેશોદ), હુશેનભાઇ (રહે.કેશોદ), રાજુભાઇ, રાજુભાઇના સાળા (રહે. ધોરાજી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ સોનલબેન રાજુભાઇ બાવાજી તથા તેના દિકરા વિકાશ રાજુભાઇ બાવાજીએ હુશેનભાઇ સાથે ફરીયાદીની મુલાકાત કરાવી ફરીયાદીને કહેલ કે હુશેનભાઇના ઓળખીતા રાજુભાઇના ઘરના પાયામાથી સોનુ નિકળેલ છે જે સોનુ રાજુભાઇ પાસે છે અને સસ્તામા વેચવાનુ છે તેમ વાત કરી હુશેનભાઇએ ફરીયાદીને રાજુભાઇ તથા તેના સાળા સાથે ફરીયાદીની મુલાકાત ઓળખાણ કરાવી રાજુભાઇએ તેની પાસેની લીલા કલરની કાપડની પોટલી બતાવી અને તેમા સોનાના પારા વાળી માળા હતી જે બતાવી તેમાથી બે સાચા સોનાના પારા ફરીયાદીને આપી વિશ્વાસમા લઇ તેની પાસેનો ખોટો પીતળ જેવી ધાતુનો સોનાનો દાગીનો ફરીયાદીને રૂ. ૨,૫૦,૦૦૦ મા આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી.