કૌટુંબિક ભત્રીજાના આડાસબંધનું સામાધન કરવા મામલે કાકા-કાકી ઉપર હુમલો

વિસાવદરના કાબરા વિસ્તારમાં ત્રણ શખ્સોએ લાકડી, ધોકા અને કુહાડીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વિસાવદરના કાબરા વિસ્તારમાં કૌટુંબિક ભત્રીજાના પરિણીતા સાથેના આડાસબંધનું સામાધન કરવા મામલે કાકા-કાકી ઉપર કુહાડીથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ શખ્સોએ યુવાનના કાકા-કાકી ઉપર લાકડી, ધોકા અને કુહાડીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સોનલબેન કાન્તીભાઇ કારડીયા (ઉ.વ. ૩૪ રહે. દાદર ગીર શેત્રજ વડાળા રોડ તા.વિસાવદર)એ આરોપીઓ રામા દેવાભાઇ કારડીયા, દેવા મનજીભાઇ કારડીયા, હંસરાજ દેવા (રહે.ત્રણેય વિસાવદર કાબરા વિસ્તાર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના કુટુંબી ભત્રીજા વિપુલ કનુભાઇ તથા આરોપીની પત્ની વચ્ચે સાથે આડા સંબધો હોવા બાબતે આજથી ત્રણથી ચાર મહીના પહેલા ડખ્ખો થયેલ જે બાબતે મુડીયારાવણી ખાતે બંન્ને વચ્ચે પક્ષે જ્ઞાતીલેવલે સમાધાન કરવામા આવેલ હોય અને ફરીયાદી તથા તેના પતિ તેમજ સાહેદ વિપુલ કનુભાઇના ઘરે વાર તહેવાર તેમજ પ્રસંગોપાત ભળતુ હોવાથી જતા આવતા હોય જે આરોપીઓને ગમતુ ન હોય તેનુ મનદુખ ખાર રાખી ફરીયાદી તથા તેના પતિને જાહેરમા ભુડી ગાળો કાઢી આરોપીઓએ કુહાડી, લોખંડના પાઇપ તથા લાકડાનો ધોકો ધારણ કરી ફરીયાદીના પતિ સાહેદ કાન્તીભાઈ ધીરૂભાઇની સાથે ઝપાઝપી કરી તેઓને આરોપીએ પકડી રાખેલ બાદ અન્ય આરોપીએ પોતાની પાસેની કુહાડીનો ઘા મારવા ઉગામેલ તે વખતે ફરીયાદી વચ્ચે બચાવા આડે ઉતરતા કુહાડીનો એક ઘા ફરીયાદીને જમણા હાથમા કલાઇ તથા માથાના ભાગે મારી ગંભીર ઇજા પહોચાડી તેમજ આરોપીએ જમણા પગમા ગોઠણ પાસે લોખંડના પાઇપનો એક ધા મારીને ઇજા પહોંચાડી હતી.