પ્રાકૃતિક ખેતિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારનો આગવો અભિગમ

જૂનાગઢ ખાતેની ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબિરમાં પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત ખેત પેદાશોનુ પ્રદર્શન સહ વેંચાણ

જૂનાગઢ : પ્રાકૃતિક ખેતિને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકારે આગવો અભિગમ દાખવ્યો છે. જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબિરની સાથે પ્રાકૃતિક ખેત ઉત્પાદનના પ્રદર્શન સહ વેંચાણ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં.આ સાથે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ વસ્તુઓનું પ્રદર્શન સહ વેંચાણ કરવામાં આવ્યું હતું.

લોકો પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત કરેલ ખેત પેદાશોથી અવગત થવાની સાથે તેના ફાયદાઓની જાણકારી મેળવી શકે સાથે જ ખાતરીબદ્ધ પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત કઠોળ, અનાજ, શાકભાજી સહિતની વસ્તુઓ મેળવી શકે તેમજ આ સાથે ખેડૂતો પણ પોતાની ઉત્પાદિત ખેત પેદાશોને સીધી જ ઉપભોક્તા સુધી પહોંચાડી શકે તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટોલ મારફતે પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત ચીજ વસ્તુઓનુ પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવ્યુ્ં હતુ. ઉપરાંત આ શિબિરમાં જૂનાગઢ જિલ્લાની સખીમંડળની બહેનોએ પણ હાથ બનાવટની જેવી કે, ગૌ આધારિત ઉત્પાદિત ફિનાઈલ, સાબુ, દિવડા વગેરે તેમજ ખાદીના કપડા, આર્યુવૈદિક ઉત્પાદનોનુ પ્રદર્શન સહ વેંચાણ કરવામાં આવ્યું હતું. આમ, ખેડૂતો અને સખીમંડળની બહોનોને આજીવિકા માટે મહિલા ઉત્કર્ષ શિબિરના માધ્યમથી મંચ પ્રદાન કરવામાં આવ્યું હતું.