જૂનાગઢ તથા વિસાવદરમાં તીનપત્તી અને વરલી મટકાનો જુગાર રમતા ચાર ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના દોલતપરા રામદેવપરામા ભાવેશ ઇપાભાઇ ડાભીના ઘરની ડેલીની આગળ રોડ ઉપર તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ બસીર ઉર્ફે બસલો હબીબભાઇ સુમરા, ભાવેશભાઇ ઇપાભાઇ ડાભી, ઇમ્તીયાજ જુસબભાઇ દલને રોકડા રૂ ૧૦૨૪૦ સાથે ઝડપી લીધા હતા. જ્યારે વીસાવદર પોલીસે વિસાવદરના મકરાણીપરામાં પોતાનાં રહેણાંક મકાને વરલી મટકાનાં આંકડા લખી આંક ફેરનો જુગાર રમતા આરોપી ફારૂકભાઇ ઓસમાણભાઇ બ્લોચને વરલી મટકાનાં સાહિત્ય સાથે મળી રોકડ રૂ.૧,૭૮૦ નાં મુદામાલ સાથે ઝડપી લીધો હતો.