પરિણીતાની બોચી પકડી દીવાલ સાથે પછાડી માર માર્યો

જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં બનેલા બનાવમાં એક મહિલા સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં પરિણીતાની બોચી પકડીને એક મહિલાએ દીવાલ સાથે પછાડી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ મહિલા સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરજાનાબેન ચિંકદરભાઈ શેખ (રહે. તિરૂપતી સોસાયટી રાના ગેમ ઝોનની સામે નવાજ પેલેસ જુનાગઢ)એ આરોપી રોશનબેન એનીજભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, જૂનાગઢના યોગેશ્વર સોસાયટી જોષીપરા વિસ્તારમાં આરોપી બેનએ ફરિયાદી બેનને ઢીકાપાટુનો માર મારી જેમ ફાવે તેમ બોલી ફરિયાદી બેનની બોચી દબાવીને દીવાલ સાથે પછાડી દઈ ઢીકાપાટુનો મુઢ માર મારી મુઢ ઈજા કરી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.