મેંદરડાના સામાકાંઠા ગામે ઈંગ્લીશ દારૂ સાથે બે પકડાયા

જૂનાગઢ : મેંદરડા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મેંદરડા સામાકાંઠા ગામે પોતાના કબ્જા ભોગવટામાં એક થેલીમાં ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કિ.રૂ.૪૦૦ ની તથા મોબાઇલ ફોન નંગ.૨ કિ.રૂ.૩૫૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીઓ સાગરભાઇ ધીરૂભાઇ પરમાર, દેવલભાઇ લગધીરભાઇ મકવાણાને ઝડપી લીધા હતા.